HALVAD:હળવદના લક્ષ્મીનારાયણ ચોક નજીક વાહન સામસામે આવી જવા મામલે યુવક પર હુમલો: ૬ શખ્સો સામે પોલીસ ફરિયાદ

HALVAD:હળવદના લક્ષ્મીનારાયણ ચોક નજીક વાહન સામસામે આવી જવા મામલે યુવક પર હુમલો: ૬ શખ્સો સામે પોલીસ ફરિયાદ

હળવદ શહેરના લક્ષ્મીનારાયણ ચોક નજીક વાહન સામસામે આવી જવાની નજીવી બાબતે માથાકૂટ કરી એક યુવક પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. પરિવાર સાથે નીકળેલા યુવક સાથે જૂની અદાવતનો ખાર રાખી દાદાગીરી આચરવામાં આવતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

મળતી વિગતો અનુસાર, હળવદની કરાંચી કોલોનીમાં રહેતા અને ડ્રાઈવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા દેવાભાઇ ગાંડુભાઈ સરૈયા (ઉં.વ. ૩૫) પોતાના પરિવાર સાથે થાર ગાડી લઈને બજારમાં ખરીદી અર્થે નીકળ્યા હતા. આ દરમિયાન લક્ષ્મીનારાયણ ચોક નજીક સામેથી મોટરસાયકલ લઈને આવી રહેલા ઇમ્તીયાઝ અને સકિલ સાથે વાહનો સામસામે આવી જતાં સામાન્ય બોલાચાલી થઈ હતી.આ તકરાર દરમિયાન અન્ય શખ્સો પણ ત્યાં ધસી આવ્યા હતા અને જૂની અદાવત રાખી દેવાભાઇને જાહેરમાં બીભત્સ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનો માહોલ સર્જ્યો હતો.બનાવ અંગે ભોગ બનનાર દેવાભાઇ સરૈયાએ હળવદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ઇમ્તીયાઝભાઈ યુનુષભાઇ ચૌહાણ, સકિલભાઈ ઇનુષભાઇ ભટ્ટી, સદામ ઉર્ફે ભાણો મુસ્તાકભાઈ શેખ, શાહરૂખભાઈ મહેબુબભાઇ મન્સુરી (તમામ રહે. હળવદ) તથા અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો