WAKANER:વાંકાનેરના મેસરીયા ગામે જૂની અદાવતમાં યુવક પર ચાર શખ્સોનો હુમલો: માથામાં લોખંડનો પાઈપ મારી ગંભીર ઈજા પહોંચાડી

WAKANER:વાંકાનેરના મેસરીયા ગામે જૂની અદાવતમાં યુવક પર ચાર શખ્સોનો હુમલો: માથામાં લોખંડનો પાઈપ મારી ગંભીર ઈજા પહોંચાડી

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે સામાન્ય બોલાચાલીની અદાવત રાખી એક યુવક પર ચાર શખ્સોએ હુમલો કરી લોખંડના પાઈપ વડે ગંભીર ઈજા પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે ભોગ બનનાર યુવકે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

ઘટનાની વિગત મુજબ, મેસરીયા ગામે રહેતા પ્રકાશભાઈ વાલાભાઇ બેડવા (ઉં.વ. ૩૪) સાથે ગામમાં આવેલા રામજી મંદિરના ચોરે આરોપી વિશાલભાઈ હેમુભાઈ વાળાને સામાન્ય બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ બાબતનો ખાર રાખી આરોપીઓએ એકસંપ થઈ પ્રકાશભાઈ પર હુમલો કર્યો હતો.

આરોપી વિશાલભાઈ હેમુભાઈ વાળા, સમીર હેમુભાઇ વાળા, બાદલ હેમુભાઈ વાળા અને હંસાબેન હેમુભાઈ વાળા (તમામ રહે. મેસરીયા)એ ભેગા મળી પ્રકાશભાઈને ઢીકા-પાટુનો માર માર્યો હતો. તે દરમિયાન માથાના ભાગે લોખંડનો પાઈપ ફટકારી દેતાં પ્રકાશભાઈને ટાંકા આવે તેવી ગંભીર ઈજા પહોંચી હતી.ઈજાગ્રસ્ત પ્રકાશભાઈ બેડવાએ આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો