જીસીઈઆરટી ગાંધીનગર અને ડાયટ જુનાગઢ પ્રેરિત સી.આર.સી આલીધ્રા અંતર્ગત સમાવિષ્ટ પ્રાથમિક શાળાઓનું ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન પીએમ શ્રી સીમ શાળા મેંદરડા ખાતે તારીખ 12/10/2026 ના રોજ આયોજિત થયું. ક્લસ્ટર કક્ષાના આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સી.આર.સી કોઓર્ડીનેટર બહાદુરસિંહ વાળા ના માર્ગદર્શન હેઠળ કુલ પાંચ વિભાગમાંથી 21 જેટલી કૃતિઓમાં 42 જેટલા બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો હતો. વિજ્ઞાન પ્રદર્શનના વિભાગોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના ઉપયોગ સાથે કૃષિ તથા વાહન વ્યવહાર સાથે વિવિધ ગાણિતિક નમૂનાઓ અને વર્કિંગ મોડેલ્સ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે ભાગ લેનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ








