અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : પેરોલ ફર્લો ટીમે એનડીપીએસના ગુન્હામાં 6 વર્ષથી ફરાર આરોપીને દિલ્હી ઘરેથી દબોચી લીધો
અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા પેરોલ ફર્લો ટીમે જીલ્લામાં ગુન્હા આચરી સજા પામેલા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કર્યા છે શામળાજી પોલીસ સ્ટેશનમાં ૬ વર્ષ અગાઉ નોંધાયેલ એનડીપીએસના ગુન્હાના વોન્ટેડ આરોપી રવિ કુમારને પેરોલ ફર્લો ટીમે બાતમીના આધારે દિલ્હી તેના ઘરેથી ઉઠાવી લેતા છેલ્લા છ વર્ષથી બિંદાસ્ત ફરતા ડ્રગ્સ માફિયાના મોતિયા મરી ગયા હતા

અરવલ્લી પેરોલ ફર્લો પીએસઆઇ પી.પી.સોલંકી અને તેમની ટીમે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ઓપરેશન હાથધરી બાતમીદારો સક્રિય કરી વોન્ટેડ આરોપીઓને દબોચી લઈ જેલ પાછળ ધકેલી રહી છે છ વર્ષ અગાઉ શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પરથી ટેમ્પો ટ્રાવેલર ગાડીમાં સંતાડેલ 36 લાખનો 24 કિલો ચરસનો જથ્થો જપ્ત કરી કરણ શર્માને દબોચી લીધો હતો જોકે ટેમ્પો ટ્રાવેલરમાં ચરસનો ગાંજો ઘુસાડનાર અન્ય દિલ્હીનો આરોપી રવી ચેતનસિંગ કુમાર ફરાર થઈ ગયો હતો વોન્ટેડ રવિ કુમાર દિલ્હી સ્થિત ફેઝ-૨ વિજય વિહાર રોહિણી સેક્ટર-૪ તેના ઘરે હોવાની બાતમી પેરોલ ફર્લો ટીમને મળતા તાબડતોડ બાતમી આધારિત રવિ કુમારના ઘરે પેરોલ ફર્લો ટીમ ત્રાટકી દબોચી લીધો હતો છેલ્લા છ વર્ષથી અરવલ્લી પોલીસને હાથતાળી આપનાર રવિ કુમારને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો










