અંજારમાં ‘નિક્ષય મિત્ર’ બનીને ૧૦૦ ટીબીના દર્દીઓને પોષણ સહાય પૂરી પાડવા બદલ અંજાર નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

ક્ષયરોગ સામેની લડતમાં વહીવટીતંત્રની પ્રેરણાદાયક પહેલને બિરદાવીને આરોગ્ય વિભાગ દ્વારા કરાયું સન્માન

અંજાર,તા-૧૩ ઓક્ટોબર : ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત ક્ષયરોગના દર્દીઓને પોષણ સહાય મળી રહે તે હેતુથી અંજારના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર એસ.જે.ચૌધરી ‘નિક્ષય મિત્ર’ બની તાલુકાના ૧૦૦ ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવા માટે સહયોગી બન્યા છે તેમના આ સરાહનીય યોગદાન બદલ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. અંજારીઆ દ્વારા તેમને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમગ્ર તાલુકા વતી તેમનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.ટીબીના દર્દીઓને નિયમિત સારવારની સાથે પૂરતું પોષણ મળી રહે તે સારવારની પ્રક્રિયામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ચલાવવામાં આવતા ‘નિક્ષય મિત્ર’ અભિયાન હેઠળ દાતાઓ, સેવાભાવી વ્યક્તિઓ, સંસ્થાઓ અને અધિકારીઓ દર્દીઓને પોષણ સહાય પૂરી પાડવા માટે આગળ આવી રહ્યા છે. અંજારના પ્રાંત અધિકારી શ્રી એસ.જે.ચૌધરી દ્વારા ૧૦૦ દર્દીઓને પોષણ કીટ આપવા માટે કરવામાં આવેલો આર્થિક અને નૈતિક સહયોગ આ અભિયાનને વધુ મજબૂત બનાવશે.ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન પોષણ સહાય મળી રહે તે માટે નિક્ષય મિત્રોની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આવા સહયોગથી દર્દીઓને જરૂરી મદદ મળવાની સાથે તેમનામાં રોગ સામે લડવાનો આત્મવિશ્વાસ પણ વધે છે. સમાજના વિવિધ વર્ગો ટીબીના દર્દીઓની પડખે ઊભા રહે તો ટીબી અંગેની જાગૃતિ વધારવા અને દર્દીઓ પ્રત્યેનો સામાજિક ભેદભાવ દૂર કરવામાં પણ મોટી મદદ મળી શકે છે.આ પ્રસંગે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટરશ્રી એસ.જે.ચૌધરીએ ભવિષ્યમાં પણ ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ માટે વહીવટીતંત્ર તરફથી જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી.ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે માત્ર આરોગ્ય વિભાગ જ નહીં, પરંતુ સમાજના દરેક વર્ગની ભાગીદારી જરૂરી છે. અંજાર તાલુકામાં ૧૦૦ ટીબીના દર્દીઓને પોષણ કીટ માટે મળેલો આ સહયોગ અન્ય સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓને પણ નિક્ષય મિત્ર બનવા માટે ઉત્તમ પ્રેરણા પૂરી પાડશે. ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌ સાથે મળીને સહભાગી બનીએ.

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો