MORBI:મોરબી ITI પાસે અવારનવાર અકસ્માતો સર્જાતાં રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ હાઈવે ચક્કાજામ કર્યો 

MORBI:મોરબી ITI પાસે અવારનવાર અકસ્માતો સર્જાતાં રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ હાઈવે ચક્કાજામ કર્યો

મોરબી–હળવદ હાઈવે પર આવેલ મહેન્દ્રનગર ગામ નજીક સરકારી ITI આવેલી છે, જ્યાં વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે. ITI તરફ આવવા-જવાના મુખ્ય રસ્તા પર સ્પીડ બ્રેકર ન હોવાને કારણે અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે, જેમાં વિદ્યાર્થીઓ ભોગ બને છે અને તેમના વાહનોને પણ નુકસાન પહોંચે છે.

વારંવાર થતા અકસ્માતોથી કંટાળીને આજે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મોરબી-હળવદ હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો. વિદ્યાર્થીઓએ રસ્તા પર ઝાડની ડાળીઓ અને દોરડા મૂકી વાહનવ્યવહાર અટકાવી દેતાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતાં જ બી-ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી, તેમને સમજાવીને રસ્તાની એક તરફ કર્યા હતા અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે અકસ્માતો રોકવા માટે ITI નજીકના મુખ્ય માર્ગ પર તાકીદે યોગ્ય સ્પીડ બ્રેકર મૂકવામાં આવે.

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો