MORBI:મોરબી સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન દારૂના ગુનામાં નાસતા ફરતા બે શખ્સો ઝડપાયા

MORBI:મોરબી સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન દારૂના ગુનામાં નાસતા ફરતા બે શખ્સો ઝડપાયા

મોરબી:જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મહત્વની સફળતા મળી છે. એલસીબી ટીમે દારૂના જુદા જુદા ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સરહદીય રેન્જના આઈજીપી તેમજ મોરબી જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે, એલસીબી પીઆઈ એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ સઘન તપાસ ચલાવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા ૧ થી ૧૫ તારીખ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન એલસીબી ટીમે બાતમીના આધારે બે અલગ-અલગ સ્થળેથી વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી છે:

વાંકાનેર તાલુકામાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી સલીમ ઉર્ફે સાલો બાબુભાઈ વિકિયાણી (ઉં.વ. ૩૮, રહે. સરાયા, તા. ટંકારા) વાંકાનેર બાઉન્ડ્રી પાસે પુલ નીચે હોવાની બાતમી મળતા પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને વાંકાનેર તાલુકા પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.

વાંકાનેર સિટી પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી વિશાલભાઈ ભીખુભાઈ ઓળકિયા (ઉં.વ. ૨૫, રહે. જીંજુડા, તા. ચોટીલા) વાંકાનેર નેશનલ હાઈવે પર હોવાની માહિતી આધારે વઘાસીયા ટોલનાકા પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો. તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર સિટી પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો