MORBI:મોરબી: L.E. પોલિટેકનિક અને ITI પાસે અકસ્માતો વધતા ABVP મેદાને; ડિવાઈડર ખોલવા અને સ્પીડબ્રેકર મૂકવા કલેક્ટરને રજૂઆત

MORBI:મોરબી: L.E. પોલિટેકનિક અને ITI પાસે અકસ્માતો વધતા ABVP મેદાને; ડિવાઈડર ખોલવા અને સ્પીડબ્રેકર મૂકવા કલેક્ટરને રજૂઆત

મોરબીમાં L.E. કોલેજ (પોલિટેકનિક) અને ITI નજીક વિદ્યાર્થીઓની સલામતીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. છેલ્લા ચાર મહિનાથી તંત્ર દ્વારા રસ્તો ઓળંગવા માટેનું ડિવાઈડર બંધ કરી દેવામાં આવતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મોરબી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક સ્પીડબ્રેકર બનાવવા અને ડિવાઈડર ફરી ખોલવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે.

ABVP દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, કોલેજ સામેનું ડિવાઈડર બંધ થઈ જવાથી વિદ્યાર્થીઓને રસ્તો ઓળંગવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધીમાં અહીં ૪ જેટલા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. આ જોખમી પરિસ્થિતિને ધ્યાને રાખીને કોલેજના પ્રિન્સિપાલ દ્વારા પણ અગાઉ ઘણી વખત તંત્રને લેખિત અરજીઓ કરવામાં આવી હતી, તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી: વિદ્યાર્થીઓની સરળ અવરજવર અને સલામતી માટે કોલેજની સામે આવેલું બંધ ડિવાઈડર તાત્કાલિક ખુલ્લું કરવામાં આવે.: વાહનોની અનિયંત્રિત ઝડપ પર નિયંત્રણ લાવવા માટે કોલેજની પહેલાં અને પછીના માર્ગ પર તાત્કાલિક સ્પીડબ્રેકર (બમ્પ) બનાવવામાં આવે.વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આ મામલે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો