કાલોલના ભાથીજી મંદિર પાસે રસ્તા વચ્ચે શાકભાજીની લારીઓ મૂકી ટ્રાફિક જામ કરતા ત્રણ ઈસમો સામે કાર્યવાહી.

તારીખ ૧૩/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે જાહેર રસ્તા વચ્ચે અડચણરૂપ હાથલારી મૂકી વેપાર કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે.

કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કાલોલ ભાથીજી મંદિર પાસે ત્રણ ઈસમો પોતાના કબજાની શાકભાજીની હાથલારી રસ્તા વચ્ચે ઉભી રાખી વેપાર-ધંધો કરતા જોવા મળ્યા હતા. જેનાથી આવતા-જતા રાહદારીઓ અને વાહન ચાલકોને અવરજવરમાં ભારે અડચણ થતી હતી. પોલીસે નજીકમાંથી બે રાહદારી પંચોને બોલાવી ત્રણેય ઈસમોના નામ-ઠામ પૂછતા તેઓએ પોતાના નામ (1) બીલાલ યાકુબ કાનોડીયા, રહે. ઘાંચીવાડ, કાલોલ (2) ઈનુસ સલામ જરોદીયા, રહે. કાલોલ સડક ફળિયું અને (3) મહેન્દ્રકુમાર અર્જુનભાઈ સોલંકી, રહે. કાલોલ સડક ફળિયા, ભાથીજી મંદિર પાસે હોવાનું જણાવ્યું હતું. પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.જેથી પોલીસે ત્રણેય ઈસમોને ગુનાના કામે અટક કરી તેઓની શાકભાજીની હાથલારીઓ પંચો રૂબરૂ પરત કરી હતી. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 285 મુજબ કાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં કાયદેસર ફરિયાદ નોંધવામાં આવી છે.

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો