રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૧૦.૨૦૨૬
હાલોલ ક્લસ્ટર કક્ષાએ યોજાયેલ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વી.એમ. શાહ ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે. આ પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૫ અલગ-અલગ વિભાગમાં વિવિધ માર્ગદર્શક પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓની સખત મહેનત અને લગ્નને પરિણામે શાનદાર પરિણામ પ્રાપ્ત થયું છે:પ્રથમ ક્રમાંક: ૨ વિભાગમાં તૃતીય ક્રમાંક: ૨ વિભાગમાં પ્રોત્સાહન ઇનામ: ૧ વિભાગમાં વિદ્યાર્થીઓની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય, શાળા મંડળ તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકોને ઉત્સાહપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.પ્રથમ ક્રમાંક મેળવી વિજેતા બનેલ વિદ્યાર્થીઓની ટીમ હવે આગામી સમયમાં હાલોલ તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પોતાની કૃતિ રજૂ કરવા માટે પ્રયાણ કરશે, જેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌએ શુભેચ્છાઓ પાઠવી છે.










