હાલોલ:સરસ્વતી વિદ્યા મંદિર અંગ્રેજી માધ્યમ ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૧૦.૨૦૨૬

સોમવારના રોજ ગાયત્રીનગર સ્કૂલ ખાતે યોજાયેલા ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન –૨૦૨૬માં સરસ્વતી વિદ્યા મંદિર, હાલોલના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ “વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ અલ્ટરનેટિવ” (Waste Management and Alternative) વિષય પર આધારિત પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. પર્યાવરણનું સંરક્ષણ, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન તથા કચરાના વિકલ્પરૂપે ઉપયોગી ઉપાયો જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને આવરી લેતા આ પ્રોજેક્ટને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો હતો.

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો