વિજાપુરમાં આંતર કોલેજ હેન્ડબોલ ચેમ્પિયનશિપ યોજાઈ ભાઈઓમાં શ્રી સ્વામિનારાયણ કોલેજ વિજાપુરનો દબદબો, બહેનોમાં એમ.એન. કોલેજ વિસનગર ચેમ્પિયન 27 ટીમોના 350 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો

વિજાપુરમાં આંતર કોલેજ હેન્ડબોલ ચેમ્પિયનશિપ યોજાઈ ભાઈઓમાં શ્રી સ્વામિનારાયણ કોલેજ વિજાપુરનો દબદબો, બહેનોમાં એમ.એન. કોલેજ વિસનગર ચેમ્પિયન 27 ટીમોના 350 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો, યજમાન આર.આર.એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજની ટીમ બહેનોમાં તૃતીય ક્રમે
વત્સલ્યયમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની આંતર કોલેજ ભાઈઓ અને બહેનોની હેન્ડબોલ ચેમ્પિયનશિપનું આયોજન શ્રીમતી આર.આર.એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજના યજમાનપદે કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની કુલ 27 ટીમોના 350 જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રમતગમતની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. ભાઈઓના વિભાગમાં શ્રી સ્વામિનારાયણ કોલેજ, વિજાપુરની ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, પાટણની ટીમે દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. જ્યારે શ્રી આર.આર. મહેતા સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, પાલનપુરની ટીમ તૃતીય અને શ્રી પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ, પાટણની ટીમ ચતુર્થ ક્રમે રહી હતી.જ્યારે બહેનોના વિભાગમાં એમ.એન. કોલેજ, વિસનગરની ટીમે ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, પાટણની ટીમ રનર્સ-અપ રહી હતી. યજમાન શ્રીમતી આર.આર.એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજ, વિજાપુરની ટીમે તૃતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે જી.ડી. મોદી કોલેજ, પાલનપુરની ટીમ ચતુર્થ ક્રમે રહી હતી.આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ટીમોના ખેલાડીઓ તેમજ બંને વિભાગમાં વિજેતા બનેલી ટીમોને આશ એજ્યુકેશન ટ્રસ્ટ, વિજાપુરના ટ્રસ્ટીઓ અશોકભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ, કોલેજના પ્રિન્સિપાલ તથા સ્પર્ધા અધ્યક્ષ ડૉ. સુરેશભાઈ પટેલ, કોલેજના સ્ટાફમિત્રો અને પી.ટી.આઈ. તથા સ્પર્ધા મંત્રી પ્રા. મનીષકુમાર ગામીતે અભિનંદન પાઠવ્યાં હતાં.
વિજાપુર ખાતે યોજાયેલી આ આંતર કોલેજ સ્પર્ધાએ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ખેલાડીઓને પોતાની રમતગમતની પ્રતિભા દર્શાવવા માટે મંચ પૂરો પાડ્યો હતો.

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો