તારીખ ૧૩/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે પ્રોહિબિશનનો ગુનો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર કાલોલ પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં દેલોલ ગામે પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી બાતમીદારથી માહિતી મળી હતી કે દેલોલ ગામે રહેતો અનિલકુમાર ઉર્ફે અનિયો ફતેસિંહ રાઠોડ દેલોલ ગોમા નદીના ખુલ્લા પટમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ સંતાડી રાખી ચોરીછૂપીથી વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે બે પંચો ને સાથે રાખી ગોમા નદીના પટમાં રેઇડ કરી હતી. ત્યાં એક ઈસમ મીણિયો થેલો લઈને બેઠેલો જોવા મળ્યો હતો, જે પોલીસને જોઈ નાસવા લાગતા કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યો હતો.પૂછપરછમાં તેણે પોતાનું નામ અનિલકુમાર ઉર્ફે અનિયો ફતેસિંહ રાઠોડ, ઉં.વ. 31, રહે. દેલોલ પટેલ ફળિયું હોવાનું જણાવ્યું હતું. તેના કબજાના મીણિયા થેલામાંથી તપાસ કરતા ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હીસ્કી 180 મી.લી. ના પ્લાસ્ટિક ક્વાર્ટર નંગ-29, કિં.રૂ. 3393/- માઉન્ટસ 6000 ઓરિજિનલ સુપર સ્ટ્રોંગ બીયર 500 મી.લી. ના ટીન નંગ-26, કિં.રૂ. 3094/-એમ કુલ નંગ-55, કુલ કિં.રૂ. 6487/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો.આરોપી પાસે દારૂ રાખવા અંગે કોઈ પાસ-પરમિટ કે લાયસન્સ ન હોવાથી પોલીસે મુદ્દામાલમાંથી નમૂના કાઢી સીલ કરી, પંચનામું કરી કબજે લીધો હતો. આરોપી વિરુદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










