તારીખ ૧૩/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા ખાતે જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની ગોંદરા મિશ્ર શાળામાં 2 નવા ઓરડા અને અન્ય વિકાસ કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં આ કાર્યક્રમ ધારાસભ્ય સી.કે. રાઉલજી ના આશીર્વાદ સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે ગોધરા APMC ના ચેરમેન માલવદીપસિંહ રાઉલજી, જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કુસુમબેન સોલંકી, ગોધરા નગરપાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ ઇશાંતભાઈ સોની,જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સઈદખાન પઠાણ,નગરપાલિકા સભ્ય યાકુબ બક્કર તપેલી,નગરપાલિકા સભ્યો ઇદ્રિશ દરગાહી, અશરફ ચાંદા, ફારૂકભાઈ સુજેલા સાથે SMC અધ્યક્ષ સભ્યો જે.એસ. પાંડોર, વિપુલભાઈ માછી, આ કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થામાં સહયોગી સામાજિક કાર્યકર લિયાકતખાન પઠાણ, મિશ્ર શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો અને સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી.










