હાલોલની વી.એમ. શાહ શાળાના ૨ વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં ‘કિડ્સ-ઇનોવેશન’માં વગાડ્યો ડંકો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૧૦.૨૦૨૬

ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના ‘કિડ્સ-ઇનોવેશન’ કાર્યક્રમમાં હાલોલની વી.એમ. શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક શાળાના ધોરણ-૭ ના બે વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી. ગુજરાતભરમાંથી આવેલા બાળ-વિજ્ઞાનીઓ વચ્ચે આ બંને વિદ્યાર્થીઓએ માનવજીવનની સલામતી અને જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને પોતાના સર્જનાત્મક અને નવીન વિચારો રજૂ કરી સમગ્ર પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.વિદ્યાર્થીઓ અને તેમના ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ:બારિયા મિતુલ પ્રજ્ઞેશભાઈ (ધોરણ ૭-A):પ્રોજેક્ટ: ઓટોમેટિક હેલ્મેટ ડિટેક્ટર ઉદ્દેશ:વાહનચાલકોમાં હેલ્મેટના ઉપયોગ અંગે જાગૃતિ લાવવી અને માર્ગ અકસ્માત સામે સલામતી પૂરી પાડવી.સોલંકી શિવરાજસિંહ કિર્તિપાલસિંહ (ધોરણ ૭-B):પ્રોજેક્ટ: ગેમ્સ ઝોનમાં આગ લાગે તો અકસ્માત નિવારણ ઉદ્દેશ: ગેમ્સ ઝોન જેવા જાહેર અને ગીચ સ્થળોએ આગની કટોકટી વખતે જોખમ ઘટાડવું અને જીવ બચાવવા માટેના સુરક્ષા ઉપાયો દર્શાવવા.રાજ્ય કક્ષાના આ મંચ પર વિદ્યાર્થીઓએ દર્શાવેલી વૈજ્ઞાનિક સૂઝ અને સર્જનાત્મકતા બદલ શાળા પરિવાર, આચાર્ય તેમજ શાળા મંડળ દ્વારા બંને વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો