કવાંટના સૈડીવાસણ–જાંબાણ ફળિયા માર્ગના નવીનીકરણનું ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત, ₹152.14 લાખના ખર્ચે બનશે માર્ગ

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર-પાવી વિધાનસભા ક્ષેત્રમાં વિકાસકાર્યોને વેગ આપવાના પ્રયાસોના ભાગરૂપે કવાંટ તાલુકામાં આરતીયા તરફ જતા મુખ્ય માર્ગ પરથી સૈડીવાસણ–જાંબાણ ફળિયા પ્રાથમિક શાળા તરફ જતા માર્ગના નવીનીકરણ કાર્યનું ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અંદાજિત રૂપિયા 152.14 લાખના ખર્ચે આ માર્ગનું નિર્માણ કરવામાં આવશે. માર્ગનું નવીનીકરણ પૂર્ણ થતાં સ્થાનિક ગ્રામજનોની અવરજવર વધુ સુગમ બનશે, વિદ્યાર્થીઓને શાળાએ આવવા-જવામાં સરળતા રહેશે અને વિસ્તારની પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે. આ વિકાસકાર્યથી સ્થાનિક લોકોને સુવિધા મળવાની સાથે ગ્રામ્ય વિસ્તારના વિકાસને પણ નવી ગતિ મળશે. જનસેવા, જનસુવિધા અને સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે હાથ ધરવામાં આવતું આ કાર્ય વિસ્તાર માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

રિપોર્ટર તોસીફ ખત્રી

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો