વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

વઘઈમા હજારો લોકોની વિશાળ રેલીથી ગૂંજ્યુ ડાંગ; જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ સાથે વઘઇ તાલુકા કોંગ્રેસનું પ્રચંડ વિરોધ પ્રદશર્ન..
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના વઘઈ ખાતે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વઘઇ તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.ડાંગ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તેમજ હાલ ડાંગ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મંગળભાઈ ગાવિત અને વઘઈ તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ બળવંતભાઈ દેશમુખની આગેવાનીમાં હજારોની સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા. વિશાળ જનમેદની સાથે નીકળેલી આ રેલીમાં ચૂંટણી પંચની કામગીરી સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા, લોકશાહીની વિશ્વસનીયતા અને મતદારોના અધિકારોના મુદ્દાને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી બુલંદ કરવામાં આવી હતી. રેલી દરમિયાન વિરોધના સૂત્રોચ્ચાર સાથે લોકશાહીની રક્ષા અને ચૂંટણી વ્યવસ્થામાં પારદર્શિતાની માંગ ઉઠાવવામાં આવી હતી.અહી મંગળભાઈ ગાવિત જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે અને બળવંતભાઈ દેશમુખ ની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના અગ્રણી કાર્યકરો અને સમર્થકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.વઘઈ ખાતે એકત્રિત થયેલી વિશાળ જનમેદનીએ ચૂંટણી પંચની જવાબદારી અને નિષ્પક્ષતા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આ પ્રદર્શન દ્વારા ચૂંટણી વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી હતી.વઘઈમાં યોજાયેલું આ વિરોધ પ્રદર્શન માત્ર રાજકીય કાર્યક્રમ પૂરતું સીમિત ન રહેતાં લોકશાહી સંસ્થાઓની જવાબદારી અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગેનો સંદેશ આપવાનો પ્રયાસ બન્યું હતું. હજારો લોકોની હાજરીએ ડાંગ જિલ્લામાં કોંગ્રેસના વિરોધને આક્રમક સ્વરૂપ આપ્યું હતું.જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વઘઈમાં યોજાયેલી આ રેલીથી ડાંગના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસે આ વિરોધ દ્વારા ચૂંટણી પંચની કામગીરી અંગે પોતાના સવાલોને જનતા સમક્ષ મૂક્યા છે અને લોકશાહી તથા મતાધિકારની રક્ષાનો મુદ્દો વધુ મજબૂત રીતે ઉઠાવ્યો છે.આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ માં મુકેશ પટેલ,તબરેઝ અહેમદ,નિતેશ ચૌધરી લાલભાઈ ગાવિત,આશાબેનગામીત,માર્થાબેન,ગીતાબેન,સમંતિબેન ,નરેશ રેન્જડ,ટી આર કામડી,વસંત તુમડા ,મગન ગાવિત,સૂર્યકાંત ગાવિત વઘઇ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો..










