થરા નગર પાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો.,, વિજય સરધસ કાઢી ફટાકડા ફોડી આતશ બાજી કરાઈ..
————————————
થરા નગર પાલિકાની ૨૪ બેઠકોમાંથી ૧૯ ભાજપને,૫ બેઠકો પર કોગ્રેસની જીત. આમ આદામી પાર્ટી ખાતુ ખોલાવમાં નિષ્ફળ..
————————————
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગર પાલિકાની ગત ૧૧ તારીખે યોજાયેલ ચુંટણીની મતગણતરી આજે ઓગડ તાલુકાના થરામા આવેલ મોડેલ ડે સ્કુલ સદુજીવાસ ખાતે ચુંટણી અધિકારી કિશનદાન ગઢવી અને મદદનિશ ચુંટણી અધિકારી કિરણભાઈ કે. ગૌસ્વામીના અધ્યક્ષસ્થાને હાથ ધરાઈ હતી.ઓગડ તાલુકાના થરા નગરપાલિકાની સામાન્ય ચુંટણીની મત ગણતરી હાથ ધરાતાં જેમાં કુલ ૬- વોર્ડની કુલ ૨૪ બેઠકો ની ૧૧ તારીખે ચુંટણી યોજાઈ હતી.જેમાં કુલ ૫૯ ઉમેદવારો એ મેદાનમાં ઝંપલાવ્યુ હતુ.૮૧.૧૮ % જેટલુ મતદાન થયુ હતુ.તેની મતગણતરી આજરોજ ૧૩ મી ઓક્ટોમ્બર ૨૦૨૬ ના રોજ સવારે હાથ ધરાઈ હતી.અને મતગણતરી શાંતિપુર્ણ માહોલ માં સંપન્ન થઈ હતી.જેમાં ભારતીય જનતા પાર્ટીનો ૧૯ બેઠક ઉપર વિજય થયો હતો અને ૫ બેઠકો પર કોગ્રેસનો વિજય થયો હતો.ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થતા ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ડૉ.કિશનદાન ગઢવી એ જણાવ્યું હતું કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોડલ ડે સ્કુલ ખાતે 3 ટેબલો ઉપર 30 કર્મચારીઓની મદદ થી 6 વોર્ડની 24 બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા તેમાં 19 ભાજપ અને 5 કોંગ્રેસના ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા તેમણે નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવાર
વોર્ડ.નં.-૧
1.રસીલાબેન રમેશભાઈ પ્રજાપતિ મળેલ મત-૧૦૧૮
2.જશીબેન સેમાભાઈ પટેલ
મળેલ મત-૧૧૩૯
3.વેરસીભાઈ લવજીભાઈ મકવાણા મળેલ મત-૯૧૪
4.રફીકભાઈ કરીમભાઈ મનસુરી મળેલ મત-૧૧૭૬
વોર્ડ નંબર -૨
1.ખુશીબેન અલ્પેશભાઇ શેઠ મળેલ મત -૮૮૫
2.અમરતભાઈ લાલુભાઈ રાવળ મળેલ મત -૯૦૭
3.વિજયકુમાર પરબતજી ઠાકોર મળેલ મત-૭૮૩
વોર્ડ નં-૩
1.પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહ વાઘેલા મળેલ મત-૧૧૪૬
2.ચીકાબેન અમરાજી ગોહિલ મળેલ મત-૧૧૧૨
3.ગાયત્રીબેન હર્ષદભાઈ દરજી મળેલ મત-૧૦૯૫
4.મગનભાઈ કલ્યાણભાઈ દેસાઈ મળેલ મત-૯૭૯
વોર્ડ નં-૪
1.સીતાબેન રમેશભાઈ કંબોયા મળેલ મત-૧૧૯૮
2.મહેન્દ્રસિંહ કેશુભા વાઘેલા,
મળેલ મત-૧૨૩૬
3.વિક્રમસિંહ બેચરસિંહ વાઘેલા મળેલ મત-૧૨૪૯
4.અશ્વીનીબેન કિરીટકુમાર અખાણી મળેલ મત-૧૨૭૫
વોર્ડ-નં.૫
1.દીપાલી જીગરકુમાર ઠકકર મળેલ મત-૭૬૫
2.પ્રેમીબેન પ્રવિણજી ધાંધોસ
મળેલ મત-૭૨૯
3.વિક્રમકુમાર ખેમાભાઈ પરમાર મળેલ મત-૬૯૦
4.ધવલકુમાર મંગળદાસ ઝવેરી મળેલ મત-૭૪૯
કોંગ્રેસ પાર્ટીના વિજેતા ઉમેદવાર
વોર્ડ નં-૨
1.રીપલબેન ભેમજીભાઈ પરમાર મળેલ મત-૭૯૦
વોર્ડ નં-૬
1.રમેશકુમાર દિલુજી ઠાકોર મળેલ મત-૧૪૯૯
2.સાકરબેન વિજયકુમાર ઠાકોર મળેલ મત-૧૩૭૩
3.રમિલાબેન પ્રવિણજી જગાણી મળેલ મત-૧૫૦૯
4.વિનોદજી સદાજી ચાવડા મળેલ મત-૧૪૭૭
જેમાં કુલ ૨૪ બેઠકોમાંથી ૧૯ ભાજપ અને ૫ કોંગ્રેસ પાર્ટીને બેઠકો મળી છે.અને આમ આદમી પાર્ટી આ વખતે પણ ખાતુ ખોલાવી શકી નથી અને રકાસ નિકળી ગયો હતો.આમ થરા નગરપાલિકામાં ૨૪ માંથી ૧૯ સીટો ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો.અને સતા મેળવવામાં સફળ રહ્યુ હતુ.અને કોંગ્રેસે ૫ સીટ સાથે આ ભવ્ય જીત મળતાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી બજારમાં વિજય સરધસ કાઢી વિજય મનાવ્યો હતો. ભવ્ય વિજય મળતાં કાર્યકરો માં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530











