પંચશીલ ગર્લ્સ હાઇસ્કુલ લુણાવાડા ખાતે તાલુકા કક્ષા કલા મહાકુંભ 202627 નો શુભારંભ….

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની મહીસાગર દ્વારા સંચાલિત પંચીલ ગર્લ્સ હાઇસ્કુલ લુણાવાડાના સહયોગથી લુણાવાડા તાલુકા કક્ષા કલા મહાકુંભ 2026=27 નો આજે શુભારંભ કરવામાં આવ્યું.
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પંચશીલ સ્કૂલમાં કલા મહાકુંભનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે તેમાં સમગ્ર જિલ્લામાંથી શિક્ષકો બાળકો વિદ્યાર્થીઓ તમામ ખૂબ જ મોટી સંખ્યામાં રસ લેવા માટે આજે આવી પહોંચ્યા છે અને કાર્યક્રમનો ખુબ જ સરસ રીતે પ્રાગટ્ય કરીને અને ઈશ્વરની સ્તુતિ કરીને એનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
શર્મિષ્ઠા વસૈયા
જિલ્લા યુવા વિકાસ અધિકારી રમત ગમત
તેમને જણાવ્યું કે આજે લુણાવાડા ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં 500 ઉપરાંત વિદ્યાર્થીઓ ભાગ લેવા આવ્યા છે સરકારના કાર્યક્રમમાં રાસ ગરબા ,કાવ્યો, નિબંધ સ્પર્ધા ચિત્રકામ સ્પર્ધા, એક પાત્ર અભિનય,અને બીજી અનેક પ્રવૃત્તિઓમાં રસ દાખવે એવી આશા સાથે હું અભિનંદન પાઠવું છું.
રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર










