નવસારી: અનાથ અને નિરાધાર બાળકોના ઉછેર અને સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પાલક માતા-પિતા યોજના

વાત્સલયમ સમાચાર

મદન વૈષ્ણવ

બાળકોના સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે કુટુંબ જેવું વાતાવરણ અત્યંત મહત્ત્વનું છે. કેટલાંક સંજોગોને કારણે અનાથ અને નિરાધાર બનેલાં બાળકોના ઉછેર અને સંભાળ માટે રાજ્ય સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતાં બાળકોને દર મહિને રૂ. ૩,૦૦૦ની આર્થિક સહાય આપવામાં આવે છે.

      આ યોજનાનો લાભ ૧૮ વર્ષ સુધીની વયનાં એવા બાળકોને મળી શકે છે, જેમનાં માતા-પિતા બંનેનું અવસાન થયું હોય અથવા માતા કે પિતાના અવસાન બાદ હયાત માતા કે પિતાએ પુનઃલગ્ન કર્યાં હોય અને બાળકનો ઉછેર દાદા-દાદી, નાના-નાની, કાકા, મામા, ફોઈ, માસી, ભાઈ અથવા અન્ય પાલક વાલી દ્વારા કરવામાં આવતો હોય છે.

     આ યોજના અંતર્ગત અરજી કરવા માટે જરૂરી આધાર-પુરાવા તરીકે માતા-પિતાના મરણના દાખલા, બાળકના જન્મના પ્રમાણપત્ર, શાળા અથવા આંગણવાડીનું બોનાફાઇડ પ્રમાણપત્ર, બાળક અને પાલક વાલીના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, પાલક વાલીનો આવકનો દાખલો (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલ), રેશનકાર્ડ, બાળક અને પાલક વાલીના આધારકાર્ડ તથા બેંક ખાતાની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે.

માતા કે પિતાના પુનઃલગ્નના કિસ્સામાં પુનઃલગ્ન અંગેનું સ્વઘોષણાપત્ર, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અથવા તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવેલ દાખલો પણ રજૂ કરવાનો રહેશે. આવકના દાખલા અંગેની વિગતો અને અન્ય પાત્રતાની શરતોની સંબંધિત કચેરીમાં ખાત્રી કરી અરજી કરવાની રહેશે.

     આ યોજનાની વધુ માહિતી મેળવવા તથા અરજી અંગે માર્ગદર્શન મેળવવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, સેન્ટ્રલ આર્કેડ, ચોથો માળ, દુકાન નં. ૪૨૫-૪૨૬, નવસારી મહાનગરપાલિકાની પાછળ, રામજી મંદિરની સામે, દૂધિયા તળાવ નજીક, નવસારી ખાતે સંપર્ક કરી શકાશે. વધુ માહિતી માટે કચેરી ફોન નંબર (૦૨૬૩૭) ૨૮૧૪૪૦ પર સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, નવસારી દ્વારા જણાવાયું છે.

   

50
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો