તારીખ ૧૪/૧૦/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ
પાવાગઢ ખાતે શ્રી કાલિકા માતાજીનાં દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓની સુખાકારી માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઉમદા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.
શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓને જરૂરી તબીબી સહાય મળી રહે તે હેતુથી નિઃશુલ્ક દવાઓ તથા મેડિકલ ઈમરજન્સી માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જેથી કોઈ પણ યાત્રિકને ચઢાણ-ઉતરાણ દરમિયાન કે ભીડમાં તબિયત બગડે તો તાત્કાલિક સારવાર મળી રહે. અને આ સેવાકીય કાર્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાલોલ તાલુકાના મધવાસ ગામની જય નારાયણ હોસ્પિટલના માલિક ડૉ.સુનિલ પરમાર પોતાની તબીબી સેવાઓ આપી રહ્યા છે. માતાજીનાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને જરૂરિયાતના સમયે તબીબી સહાય મળી રહે તે માટે તેઓ સેવા અને સમર્પણની ભાવનાથી સતત યોગદાન આપી રહ્યા છે. ત્યારે શ્રદ્ધા સાથે માનવસેવાનો આ અભિગમ યાત્રિકોની સુખાકારી અને આરોગ્ય સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. ટ્રસ્ટ અને ડૉ. પરમારના આ સહયોગને શ્રદ્ધાળુઓએ બિરદાવ્યો છે.











