ઈન્દ્રમાણા ગામનું ગૌરવ વધારતો દિલીપ પ્રજાપતિ, AIIMS પરીક્ષામાં ઓલ ઈન્ડિયા 26 મો રેન્ક મેળવ્યો..

ઓગડ તાલુકાના ઈન્દ્રમાણા ગામના દિલીપભાઈ નાથાભાઈ પ્રજાપતિએ શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજ સહીત ઈન્દ્રમાણા ગામનું નામ રોશન કર્યું છે.દિલીપ પ્રજાપતિ એ AIIMS નવી દિલ્લી દ્વારા લેવાયેલ NORCET-11 Mains (AIIMS Nursing Officer) પરીક્ષા પાસ કરી ઓલ ઈન્ડિયા 26મો રેન્ક મેળવ્યો છે.આ સિદ્ધિ બદલ તેઓ હવે Nursing Officer તરીકે AIIMS માં સેવા આપશે.તેમની આ સફળતા પાછળ તેમની સખત મહેનત અને Next Generation Nursing (NGN) ના માર્ગદર્શનનો ફાળો છે.દિલીપભાઈએ પોતાની સફળતાનો શ્રેય પોતાના માતા-પિતા, પરિવાર અને ગુરૂજનોને આપ્યો છે. પરંતુ પરિણામ આવે તે પહેલા તેના પિતાશ્રી પ્રજાપતિ નાથાભાઈ કેશાભાઈ નું આકસ્મિક દુઃખદ અવસાન થયું હતું.ગામમાં તેમની આ સિદ્ધિ બદલ સોક વચ્ચે પણ ખુશીની લહેર છવાઈ ગઈ હતી.સિદ્ધિ હાંસલ કરવા બદલ શ્રી કાંકરેજી/હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ થરા,ઉપ પ્રમુખ રામશીભાઈ રવેલ,મંત્રી વાલાભાઈ રાજપુર,સહમંત્રી રમેશભાઈ લુદ્રા,ઈન્દ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ, સમસ્ત પ્રજાપતિ સમાજ ઉત્તર ગુજરાત કાંકરેજ તાલુકા મહામંત્રી રસિકભાઈ પ્રજાપતિ રાજપુર,થરા નગર પાલિકા કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ,કાંકરેજ/ઓગડ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા સહીત પરિવારજનો, સગા સ્નેહીઓ તથા શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના સ્નેહીજનો ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99785 21530











