સાપિયા ગામે કૂવામાં ખાબક્યા બે દીપડા: લડતા લડતા 50 ફૂટ ઊંડા કૂવામાં પડ્યા, વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ કર્યું સફળ રેસ્ક્યુ.

તારીખ ૧૪/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાની સરહદને અડીને આવેલા વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સાપિયા ગામની સીમમાં એક ચકચારી ઘટના બની હતી. જ્યાં ગામની સીમમાં જીવાભાઈ રાઠોડના ખેતરમાં આવેલા આશરે 35 થી 50 ફૂટ ઊંડા જૂના કૂવામાં બે દીપડા ખાબકતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, બંને દીપડા વચ્ચે આપસમાં લડાઈ ચાલી રહી હતી તે દરમિયાન તેઓ અચાનક કૂવામાં પડી ગયા હતા. ખેતરના કૂવામાં બે દીપડા ફસાયા હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના ગ્રામજનોમાં કુતૂહલ સાથે ચિંતા જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થયા હતા. જ્યાં ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવતા વડોદરા ફોરેસ્ટ વિભાગની ટીમ, સાવલીની એનજીઓની ટીમ તેમજ ડેસર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.ત્યારબાદ કૂવામાં ફસાયેલા બંને દીપડાઓને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત અને સાવચેતી બાદ વન વિભાગની ટીમને બંને દીપડાઓને કૂવામાંથી સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી.સમયસર રેસ્ક્યુ થતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાને પગલે સાપિયા ગામ સહિત કાલોલ-ડેસર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો