અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં ATMની ટેકનિકલ ખામી બાદ ઉપાડેલા રૂપિયા 26 હજાર પરત કરી પત્રકારોએ દાખવી ઇમાનદારી

મોડાસા : 12 તારીખના રાત્રિના સમયે ATMમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને ત્યાં 1 હજાર રૂપિયા ઉપાડવાથી 5 હજાર ઉપડતા હતા જે ઘટના ને લઈ ચકાસણી માટે પત્રકાર મિત્રો અંકિતભાઈ ચૌહાણ, સમીરભાઈ બલોચ અને અતુલભાઈ પરમાર પહોંચ્યા હતા અને રૂપિયા ઉપાડ્યા હતા જ્યાં ક્ષતિ જણાતા પત્રકાર મિત્રોએ BOB બેંકના મેનેજર અભિષેક ભાઈ અને હિમાંશુ ભાઈ નો સંપર્ક કર્યો હતો અને ATM તાત્કાલિક બંધ કરવામાં આવ્યું હતું ત્યારે પત્રકારો ધ્વારા ઉપાડવામાં આવેલી રકમ પરત કરીને મોડાસાના પત્રકાર સમીરભાઈ બલોચ અને અંકિતભાઈ ચૌહાણે પ્રમાણિકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.મોડાસામાં ATMની ટેકનિકલ ખામીનો મામલો સામે આવ્યા બાદ પત્રકાર સમીર બલોચ અને અંકિતભાઈ ચૌહાણે ઉપાડેલી રકમ બેંકને પરત કરી હતી. બંને પત્રકારોએ કુલ રૂપિયા 26,000 ની રકમ પરત કરીને પોતાની નૈતિક જવાબદારી નિભાવી હતી.
આજના સમયમાં જ્યાં નૈતિકતા અને પ્રમાણિકતાની વાતો થતી હોય છે, ત્યારે રકમ પરત કરવાનો આ નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે. પત્રકાર સમીરભાઈ બલોચ અને અંકિતભાઈ ચૌહાણે પોતાના આ કાર્યથી પત્રકારત્વની સાથે માનવતા અને પ્રમાણિકતાનો સંદેશ પણ આપ્યો છે.મોડાસામાં બનેલી આ ઘટનામાં બંને પત્રકારોએ રૂપિયા પરત કરીને ઇમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેની સ્થાનિક સ્તરે નોંધપાત્ર ચર્ચા થઈ રહી છે.










