આણંદ બાકી વેરો ન ભરતા વધુ 08 મિલકતો કરવામાં આવી સીલ

આણંદ બાકી વેરો ન ભરતા વધુ 08 મિલકતો કરવામાં આવી સીલ

 

તાહિર મેમણ – આણંદ – 15/10/2026 – કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા બાકી વેરાની વસુલાત માટે આજે બીજે દિવસે પણ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

 

આ ઝુંબેશ અંતર્ગત આજે મહાનગરપાલિકા વિસ્તારમાં બાકી વેરો રૂપિયા 1,73,447 ભરપાઈ ન કરનાર વધુ 08 દુકાનો, પ્રોપર્ટી તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે અને વહેલામાં વહેલી તકે બાકી વેરો ભરપાઈ કરવામાં આવે તેવી નોટિસ આપવામાં આવી છે.

 

આ ઉપરાંત મહાનગરપાલિકાની ટેક્સ રિકવરી ની ટીમ દ્વારા આજના એક જ દિવસમાં વધુ રૂપિયા 1.40 લાખનો બાકી મિલકત વેરો વસૂલ કરવામાં આવ્યો છે.

 

મહાનગરપાલિકાના ટેક્સ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ જે મિલકતોનો વેરો ભરવાનો બાકી હોય તેમણે વહેલામાં વહેલી તકે મનપા કચેરી ખાતે વેરો જમા કરાવવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

 

મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા બાકી વેરો જમા કરાવવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન જે માલિકો પોતાની પ્રોપર્ટીનો બાકી વેરો ભરપાઈ નહીં કરે તેવી પ્રોપર્ટી તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યુ છે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો