અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા : ચિરંજીવી પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ ઝાડેજાએ માં જગદંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ચિરંજીવી પાર્ટી પ્લોટમાં યોજાઈ રહેલા નવરાત્રી મહોત્સવ ચિરંજીવી અનંત રાસની ચોથા નોરતે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ ઝાડેજાએ મુલાકાત લીધી હતી.આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ માં જગદંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. તેમની સાથે LCB PI એમ એસ ઝાલા સહિત પોલીસના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે C-Team પણ હાજર રહી હતી.

ચિરંજીવી અનંત રાસના સુંદર આયોજન અને વ્યવસ્થાઓને લઈને જિલ્લા પોલીસ વડાએ આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. માં જગદંબાની આરતીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સહભાગી બની ભક્તિભાવ સાથે માતાજીનાં દર્શનનો લહાવો લીધો હતો.આમ, ચોથા નોરતે ચિરંજીવી અનંત રાસ ખાતે ભક્તિ અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે પોલીસ અધિકારીઓની મુલાકાત વિશેષ આકર્ષણ બની હતી.










