થરા ખાતે સાંઈ ટાઉનશિપ સોસાયટીમાં શ્રી ગોગા મહારાજ ના છઠ્ઠા પાટોત્સવ નિમિતે યજ્ઞ યોજાયો.*

થરા ખાતે સાંઈ ટાઉનશિપ સોસાયટીમાં શ્રી ગોગા મહારાજ ના છઠ્ઠા પાટોત્સવ નિમિતે યજ્ઞ યોજાયો.*

*ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ સાંઈ ટાઉન શીપ સોસાયટીમાં બિરાજમાન શ્રીગોગા મહારાજના મંદિરે સોસાયટીના રહીશો દ્વારા સંવત ૨૦૮૨ ના આસોસુદ -૫ ને ગુરૂવાર તા.૧૫/૧૦/૨૦૨૬ ના રોજ છઠ્ઠા પાટોત્સવની ઉજવણી કરાઈ હતી.યજ્ઞના આચાર્ય શાસ્ત્રી બળદેવભાઈ પંડયા સહીત શાસ્ત્રીઓના મુખારવિંદે શાસ્ત્રોકત વિધિ વિઘાનથી મંત્રોચ્ચાર સાથે સ્વ.નર્મદાબેન કરસનભાઈ જોષી પરિવારના મુખ્ય યજમાનપદે યજ્ઞ યોજાયો હતો.મુખ્ય ભોજન પ્રસાદ ડૉ. રાજેશ કે.બ્રહ્મભટ્ટ, સવારના ભોજન પ્રસાદ પ્રજાપતિ નિકુલભાઈ જયંતીભાઈ તરફથી આપવામાં આવેલ.સાંજની આરતી ગૌસ્વામી જગદીશગીરી સરદારગીરી એ ઉતારેલ,મંડપ દાતાનો લાભ દરબાર બનેસિંહ તલસિંહે લીધો હતો.સોલંકી ચંપુભા જામાજી દ્વારા શ્રી ગોગા મહારાજને ધજા ચડાવવામાં આવેલ.ફુલહાર પંચાલ મનીષભાઈ જયંતીભાઈ અને શ્રી ગોગા મહારાજનું મહાપૂજન પંચાલ સોમાભાઈ ઈશ્વરભાઈ એ કરેલ, સાંજ ની પ્રસાદ થરા રેફરલ ના ડૉ.મીલનભાઈ મહેશભાઈ દરજી તરફથી આપવામાં આવી હતી.જયારે સહયોગી ભોજન પ્રસાદનો લાભ કોટક રજનીભાઈ પ્રેમજીભાઈ,ડૉ. સત્યપ્રકાશભાઈ ઠાકરશીભાઈ બર્વા,ગોહિલ બાબુજી ધનાજી,વિદ્વાન શાસ્ત્રી બળદેવભાઈ મુળજીભઈ,પંચાલ નાગજીભાઈ ઈશ્વરભાઈ, પ્રજાપતિ ભેમાભાઈ મફાભાઈ,ઝાલા પ્રેમીલાબા કિશોરસિંહએ લીધો.સાઉન્ડ લાભ જયદીપસિંહ હેમુભા ઝાલા અને મિનરલ પાણીનો લાભ વકીલ રાજુભાઈ કે. બારોટે લીધેલ,જોષી અશ્વિનભાઈ લાલજીભાઈ દ્વારા અગ્નિનારાયણ પ્રગટાવેલ,ચા-પાણી પંચાલ હરેશકુમાર ચમનલાલ તરફ થી આપવામાં આવેલ. યજ્ઞ ની પુર્ણાહુતી બાદ સાંજે સૌ ભાવિક ભક્તોએ શ્રી ગોગા મહારાજના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ રાત્રે ગરબે ધુમી ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટી ના રહીશોએ અથાગ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પાવન પ્રસંગે ઓગડ મામલતદાર કિરણભાઈ ગૌસ્વામી,થરા નગર પાલિકા કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ, કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા,ઓગડ તાલુકા ખરીદ વેચાણ સંઘ ના ડિરેક્ટર લાલજીભાઈ જોષી, કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ, અલ્પેશ ગૌસ્વામી સહિત ઓગડ તાલુકા માંથી પધારેલ મહેમાનોનું શાલ ઓઢાડી આયોજકોએ સન્માન કર્યું હતું.ત્યારે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો સહિત આગેવાનો પધારી પ્રસંગની શોભા વધારી હતી..*
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો