બેઢીયા જલારામ મંદિર ખાતે તાલુકા ભાજપની અગત્યની બેઠકમાં સાંસદ-ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં સંગઠનાત્મક કાર્યક્રમો અંગે મંથન.

તારીખ ૧૫/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આગામી વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજનના ભાગરૂપે આજરોજ કાલોલ તાલુકાના બેઢીયા ખાતે આવેલા જલારામ મંદિર ખાતે કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીની અગત્યની બેઠક યોજાઈ હતી. જ્યાં આ બેઠકમાં મુખ્ય મહેમાન તરીકે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજકુમાર પટેલ, કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ જીલ્લા પ્રભારી મેહુલભાઇ પટેલ સહભાગી થયા હતા.

બેઠક દરમિયાન સંગઠનના વિવિધ વિષયો તથા આગામી કાર્યક્રમોના આયોજન અંગે તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. વરિષ્ઠ આગેવાનોએ સંગઠનને બુથ લેવલ સુધી વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ભાજપની પરંપરા મુજબ ટિફિન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ આગેવાનો અને કાર્યકર્તાઓએ સાથે બેસીને ભોજન ગ્રહણ કર્યું હતું. ટિફિન બેઠક દ્વારા સંગઠનાત્મક એકતા, પરસ્પર સંવાદ અને કાર્યકર્તાઓ વચ્ચેના આત્મીય સંબંધોને વધુ સુદૃઢ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ બેઠકમાં કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ કાલોલ તાલુકા યુવા મોરચાના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ સહિત તાલુકા સંગઠનના હોદ્દેદારો, મોરચાના પ્રમુખો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો