રાપર નગરપાલિકાની સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અવિરત દંડનીય કાર્યવાહી: વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા અનુરોધ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.

રાપર,તા-૧૫ ઓક્ટોબર : રાપર નગરપાલિકાએ ઝુંબેશ અંતર્ગત ૭૫૩ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો.

રાપર શહેરને સ્વચ્છ, સુંદર અને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાપર નગરપાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત શહેરના વિવિધ વેપારી મથકો અને વિસ્તારોમાં અવિરત ચેકિંગ હાથ ધરીને અંદાજે ૭૫૩ કિલો જેટલો ગેરકાયદેસર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આ સમગ્ર પ્લાસ્ટિક જપ્તીની કામગીરી રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. નાગરિકો અને વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.

શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાના આ મહાઅભિયાનમાં નગરપાલિકાની સમગ્ર ટીમે ઉત્સાહભેર જોડાઈને કામગીરી કરી હતી.આ ટીમમાં સેનેટરી ઇન્સ્પેક્ટર હસમુખજી,સ્વચ્છતા માર્શલ શીતલબેન જામ,હેતુભા રાઠોડ, રાજેશભાઈ, ચંદ્રસિંહ,સંજયસિંહ, ધર્મેન્દ્રસિંહ, કાનજીભાઈ, રાજદિપદાન,અર્જુનભાઈ, દીપાલીબેન,નિલેશભાઈ, શૈલેશ તથા પિન્ટુભાઈ સહિત નગરપાલિકાના અન્ય કર્મચારીઓ અને સ્વચ્છતા સૈનિકોએ યોગદાન આપ્યું હતું.આ તકે રાપર નગરપાલિકા દ્વારા શહેરના તમામ નાના-મોટા વેપારીઓ તથા આમ નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે પર્યાવરણના રક્ષણ માટે અને કાયદાનું પાલન કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો.પ્લાસ્ટિકના બદલે કાપડ કે શણની થેલીઓનો ઉપયોગ કરવાને પ્રાથમિકતા આપવી.‌ નગરપાલિકા દ્વારા વિશેષ જણાવવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં પણ પ્લાસ્ટિક નાબૂદી અંગેની ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે અને નિયમભંગ કરનારાઓ સામે દંડનીય તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાજસ્થાન સરહદી વિસ્તારમાં આવેલ રોયણીયા(રાઠ)પ્રાથમિક શાળામાં કલસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું,

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો