હાલોલ પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયેલ પોક્સોના આરોપીને જિલ્લા LCBએ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

રિપોર્ટર.કાદિર દાઢી.હાલોલ

તા.૧૫.૧૦.૨૦૨૬

હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાંથી કુદરતી હાજતે જવાના બહાને શૌચાલયની બારી તોડી નાસી છૂટેલા બળાત્કાર અને પોક્સો એક્ટના ગંભીર ગુનાના આરોપીને પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં દાહોદ જિલ્લામાંથી દબોચી લીધો છે.મળતી માહિતી મુજબ, તા. ૧૩ ઓક્ટોબરના રોજ બપોરના સમયગાળા દરમિયાન હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફની કચેરીના પહેલા માળે આવેલા શૌચાલયમાં આરોપી આશિષભાઈ હિતેશભાઈ વસૈયા કુદરતી હાજતે જવાનું કહી ગયો હતો. ત્યાં તેણે શૌચાલયની બારી તોડી નાસી જતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી સામે હાલોલ ટાઉન પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મનો ગંભીર ગુનો નોંધાયેલો હતો.આ ગંભીર બનાવને ધ્યાને રાખી પંચમહાલ LCB પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.દરમિયાન, એલ.સી.બી. સ્ટાફ સતત તપાસમાં હતા ત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો મારફતે બાતમી મળી હતી કે ફરાર આરોપી આશિષ વસૈયા ઝાલોદની આસપાસ ફરી રહ્યો છે અને ત્યાંથી મધ્યપ્રદેશના બાલવાસા તરફ ભાગવાની ફિરાકમાં છે.ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી એલ.સી.બી.ની ટીમે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામડી ગામે ચાર રસ્તા પાસેથી આરોપી આશિષભાઈ વસૈયાને ઝડપી પાડ્યો હતો. આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાજસ્થાન સરહદી વિસ્તારમાં આવેલ રોયણીયા(રાઠ)પ્રાથમિક શાળામાં કલસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું,

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો