ડાંગમાં મધ્યાહન ભોજન યોજનામાં NGO પ્રથા સામે કર્મચારીઓનો વિરોધ, વઘઈ મામલતદારને આવેદનપત્ર

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના અને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની કામગીરી ખાનગી સંસ્થાઓ એટલે કે એન.જી.ઓ. (NGO)ને સોંપવાની હિલચાલને પગલે સ્થાનિક સંચાલકો, રસોઇયા અને મદદનીશોમાં ભારે અસંતોષ અને વિરોધનો વંતોળ ઊઠ્યો છે.આ મામલે ‘દક્ષિણ ગુજરાત પી.એમ. પોષણ કર્મચારી યુનિયન’ દ્વારા વઘઈના મામલતદાર મારફતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઉદ્દેશીને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.   

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, મધ્યાહન ભોજન યોજના શરૂ થઈ ત્યારથી જ જે-તે ગામના ગરીબ પરિવાર, વિધવા બહેનો, ત્યકતા બહેનો તેમજ આદિમજૂથ અને અતિ પછાત જાતિમાંથી આવતા કર્મચારીઓ ખૂબ જ નાના પગારથી સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે. હાલમાં આ સંચાલકો અને રસોઇયાઓ દ્વારા પ્રાથમિક શાળાઓમાં બાળકોને તાજું, સ્વચ્છ, ગરમ અને આરોગ્યપ્રદ શાકભાજી તથા નાસ્તો તૈયાર કરીને પીરસવામાં આવે છે. જો આ યોજના એન.જી.ઓ.ને સોંપવામાં આવશે તો ગરીબી રેખા નીચે જીવતા આદિવાસી પરિવારના કર્મચારીઓની આજીવિકા અને રોજીરોટી છીનવાઈ જવાની ગંભીર ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.   

યુનિયને વધુમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, ડાંગ જેવા આદિવાસી અને અંતરિયાળ વિસ્તારમાં નદીઓ, કોતરો, ડુંગરાળ અને વિષમ રસ્તાઓ હોવાથી બહારની એન.જી.ઓ. માટે સમયસર ગરમ ભોજન પહોંચાડવું શક્ય જ નથી. આથી, આદિવાસી વિસ્તારમાં એન.જી.ઓ. પ્રથા કોઈપણ સંજોગોમાં શરૂ ન થવી જોઈએ.   

આવેદનપત્રમાં કર્મચારીઓ દ્વારા મુખ્ય બે સ્પષ્ટ માંગણીઓ મુકવામાં આવી છે:૧. મધ્યાહન ભોજન યોજનામાં એન.જી.ઓ. (NGO) પ્રથા તાત્કાલિક રદ કરવી.  ૨. એસ.એમ.સી. (SMC) સમિતિમાં મધ્યાહન ભોજન યોજનાનો સમાવેશ કરવો નહીં.   સ્થાનિક કર્મચારીઓની રોજગારીનું રક્ષણ કરવા માટે વર્તમાન વ્યવસ્થા જ યથાવત્ રાખવા અને તેમની આ ન્યાયિક માંગણીઓ પર હકારાત્મક વિચારણા કરવા માટે સરકારને નમ્ર અપીલ કરવામાં આવી છે..

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો