અમરેલી એસ.પી. સંજય ખરાત દ્વારા રાજુલા ના પોલિસ કો.રવિરાજભાઈ વરુ નુ સન્માન થયુ.

યોગેશ કાનાબાર અમરેલી

અમરેલી એસ.પી. સંજય ખરાત દ્વારા રાજુલા ના પોલિસ કો.રવિરાજભાઈ વરુ નુ સન્માન થયુ.


‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ઉત્કૃષ્ઠ કામગીરી બદલ નોંધ લેવાઈ.
———————————-
રાજુલા પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા શ્રી રવિરાજભાઈ બી. વરુ નું અમરેલી એસ.પી. શ્રી સંજય ખરાત સાહેબ દ્વારા સરકારશ્રીની ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પ્રશંસાપત્ર આપી ને બહુમાન કરવામા આવ્યુ હતુ.
તેમના દ્વારા બારપટોળી ગામે પ્રતાપભાઈ ભીમભાઈ ની અરજી ના આધારે તેમના માનસિક રીતે અસ્થિર પત્નીએ તેમના ઘરેણા આશરે પંદર લાખની કિંમત ના પડોશીને આપી દીધેલ જે પરત મેળવી ને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરીયાદીને પરત કર્યા હતા. જેમા રવિરાજભાઈ ની કામગીરી, સુજબુજ અને ગુન્હો ઉકેલવાની જહેમત ની નોંધ લઇ ને તેમને પ્રશંસા પત્ર આપવા મા આવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે રવિરાજભાઈ એ તેમની પોલિસ ની કામગીરી મા રાજુલા વિસ્તાર મા તેમની કામગીરી, સાહસ અને લોકો સાથે ના પોઝીટીવ વ્યહવહાર થી લોકો ના હ્યદય મા ખુબ સન્માન મેળવ્યુ છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો