પામોલ ગામે અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન પાર્લર ખુલ્લું મુકાયું, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી રહ્યા મુખ્ય મહેમાન તરીકે 
ઉપસ્થિત

ઉપસ્થિત
- વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પામોલ ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા સંચાલિત અમૂલ પાર્લરનું અમૂલ ફેડરેશન અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના હસ્તે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પાર્લર શરૂ થવાથી ગામના પશુપાલકો અને ગ્રામજનોને અમૂલ તથા સહયોગ બ્રાન્ડની દૂધ, દહીં, છાશ, ઘી, માખણ, પનીર, આઈસક્રીમ અને મીઠાઈ સહિતની વિવિધ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ હવે સ્થાનિક સ્તરે સરળતાથી ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન દશરથભાઈ પટેલ, ડિરેક્ટર એન.ડી. ચૌધરી, પૂર્વ ડિરેક્ટર કનુભાઈ ચૌધરી, ખેતી બેંકના પૂર્વ ચેરમેન રામજીભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મુકેશભાઈ ચૌધરી સહિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના હોદ્દેદારો, વિસ્તારના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પામોલ ગામમાં અમૂલ પાર્લરની શરૂઆતથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ડેરીની વિવિધ પ્રોડક્ટ્સ ખરીદવામાં સુવિધા મળશે અને સહકારી પ્રવૃત્તિઓને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.










