ધરમપુર વિધાનસભા વિસ્તારમાં જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં રૂ.૩૦.૮૧ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

ચંદ્રવદન બી મકવાણા

ધરમપુર વિધાનસભા વિસ્તાર અંતર્ગત વલસાડ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં માળખાગત સુવિધાઓને વધુ મજબૂતબનાવવાના હેતુથી મંજૂર થયેલાં વિકાસ કાર્યોનું ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વલસાડતાલુકાનાં ૪૨ ગામોને આવરી લેતા કુલ ₹૩૦.૮૧ કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત સાથે ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓનાવિકાસને નવી ગતિ મળી છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ અને વલસાડ–ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત કુલ ૩૫ રસ્તાનાં કામો અને ૪ સ્ટ્રક્ચરનાં કામોનો સમાવેશ થાય છે. આ તમામ કામોની કુલ લંબાઈ૫૩.૬૦ કિલોમીટર છે, જેના માટે કુલ ₹૩૦.૮૧ કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. વિવિધ ગામોને જોડતા રસ્તાઓના નિર્માણ અનેજરૂરી માળખાગત સુવિધાઓના વિકાસથી ગ્રામજનોને અવરજવરમાં વધુ સુગમતા મળશે તેમજ શિક્ષણ, આરોગ્ય, ખેતી અનેરોજિંદી પ્રવૃત્તિઓ માટે પરિવહન સુવિધાઓ વધુ સરળ બનશે.

ધરમપુર વિધાનસભા વિસ્તારના વલસાડ તાલુકાનાં ૪૨ ગામોમાં હાથ ધરવામાં આવનારાં આ વિકાસ કાર્યો ગ્રામ્યવિસ્તારોના સર્વાંગી વિકાસની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. સારા માર્ગો ગામડાંઓને મુખ્ય માર્ગો અને અન્ય સુવિધાઓ સાથેજોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ કામો પૂર્ણ થતાં સ્થાનિક નાગરિકોની અવરજવર વધુ સરળ બનશે તથા ગ્રામ્ય અર્થતંત્રઅને વિસ્તારની પ્રગતિને પણ વેગ મળશે.

આ પ્રસંગે વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર મેહવાલા, માજી જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, તાલુકાસંગઠન પ્રમુખ તેજસભાઈ પટેલ, તાલુકા મહામંત્રી હેમંતભાઈ પટેલ, સંગઠનના વિવિધ હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો