વાગરા: સાયખા GIDC માં ‘સિનઝીલ ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીમાં શુક્રવારે રાત્રે ભીષણ ધડાકો: 5 કામદારોના કરૂણ મોત

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDC વિસ્તારમાં આવેલી સિનઝીલ ફાર્માકેમ (SynZeal Pharmachem) કંપનીમાં શનિવારે એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે. કંપનીમાં કેમિકલ પ્રોસેસિંગ (રાસાયણિક પ્રક્રિયા) દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ગઝબના વિસ્ફોટમાં ઘટનાસ્થળે જ 5 કામદારોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે કેટલાક અન્ય કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

રાત્રિના શાંત વાતાવરણમાં થયેલો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો ગુંજતો અવાજ આસપાસના 15 કિલોમીટર સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં સંભળાયો હતો. ધડાકાના અવાજથી આસપાસના ગામોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરી વ્યાપી ગઈ હતી. બ્લાસ્ટ બાદ કંપની પરિસરમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

5 કામદારોના દર્દનાક મોત, અન્ય ઈજાગ્રસ્ત

પ્રાપ્ત વિગતો મુજબ, આ કરૂણ હોનારતમાં કંપનીમાં કામ કરી રહેલા 5 જેટલા શ્રમિકો/કામદારોના દર્દનાક મોત નિપજ્યા છે, જ્યારે અન્ય કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક વધુ સઘન સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વાગરા પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે

દુર્ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો