જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને ત્વરિત નિરાકરણના આપ્યા નિર્દેશ

જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને ત્વરિત નિરાકરણના આપ્યા નિર્દેશ

નાગરિકોની રજૂઆતોનું સંવેદનશીલતાથી નિરાકરણ લાવો: કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવા

માહિતી બ્યુરો, પાટણ

તા.૨૧/૧૦/૨૦૨૬

સમાચાર સંખ્યા: ૬૯૮/૫૪

પાટણ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડૉ. પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ હતી. જેમાં અરજદારોએ ઉપસ્થિત રહી પોતાની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી.

સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારોએ

રોડ,રસ્તા, વીજપોલ, કેનાલ જમીન રી સર્વે ગટર અને જિલ્લાની ગ્રામપંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિની રચના અને બેઠક વ્યવસ્થા સાથે આઈટીઆઈ બાલીસણા ખાતે કાયમી બસ સ્ટોપ આપવા જેવા પ્રશ્નોની વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. પ્રશાંત જિલોવાએ અરજદારોની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત પ્રશ્નોની સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી નાગરિકોની રજૂઆતોનું નિયમોનુસાર અને સમયબદ્ધ રીતે નિરાકરણ આવે તે માટે જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ક્લેક્ટરશ્રી એ નાગરિકોની રજૂઆતોનું સંવેદનશીલતાથી નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનું અસરકારક નિરાકરણ લાવી તેમને પારદર્શક અને જવાબદાર વહીવટનો અનુભવ કરાવવાનો છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી ડૉ. મેહુલ બરાસરા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો