રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૭.૧૦.૨૦૨૬
તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2026-27 વાઘ-બોર્ડ ખાતે ઉત્સાહભેર યોજાયું હતું. આ પ્રદર્શનમાં હાલોલના ગોધરા રોડ ખાતે આવેલી વી.એમ. શાહ ગુજરાતી મધ્યમ સ્કૂલ (પ્રાથમિક વિભાગ)ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી બે અલગ-અલગ વિભાગોમાં અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી શાળાનું નામ રોશન કર્યું છે.આ વિભાગમાં શાળાના વિદ્યાર્થીઓ બાદશાહ ઝારા અને પરમાર અભીએ ઉત્તમ કૃતિ રજૂ કરી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ વિદ્યાર્થીઓને માર્ગદર્શક શિક્ષક ઉર્વશીબેન પરમાર દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ વિભાગમાં સ્માર્ટ વિલેજની થીમ પર આધારિત કૃતિ રજૂ કરીને વિદ્યાર્થીઓ સીસોદીયા દેવરાજ અને ચૌહાણ પ્રદ્યુમને દ્વિતીય સ્થાન મેળવી સ્કૂલનું ગૌરવ વધાર્યું હતું. તેમને માર્ગદર્શક શિક્ષક સંજયભાઈ વરિયાએ પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપ્યું હતું.વિદ્યાર્થીઓની આ ગૌરવવંતી સિદ્ધિ બદલ શાળાના આચાર્ય, શાળા મંડળ તેમજ સમસ્ત વી.એમ. શાહ પરિવાર તરફથી તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને ભવિષ્યની પ્રવૃત્તિઓ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.











