અરવલ્લી જિલ્લામાં જિલ્લા કલેકટર મિલિન્દ બાપનાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં જિલ્લા કલેકટર મિલિન્દ બાપનાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

બેઠકમાં અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરવામાં આવી

અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરવામાં આવી. આજની બેઠકમાં સાંસદ શોભનાબેન બારૈયા, મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર દ્વારા રજૂ થયેલા રોડ રસ્તા, ઓવરબ્રિજ, શાળા ફાળવણી અંગેના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી.

બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ, કચેરી નિરીક્ષણ , સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો ,તમામ અધિકારી અને કર્મચારીઓના APR ભરવા, જમીન માંગણી અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા અને જિલ્લા કચેરીઓના આંતરિક સંકલન અંગે પણ સૂચન કરાયા.આ બેઠકમાં સાંસદ શોભનાબેન બારૈયા ,જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો