કસલપુરા ના અનિલ પ્રજાપતિની ગુજરાત સરકાર ના કાયદા વિભાગ,ગાંધીનગર ખાતે નાયબ સેક્શન અધિકારીની નિમણુંક કરાઈ.

કાંકરેજ તાલુકાના કસલપુરા ના શ્રી દક્ષ પ્રજાપતિ સમાજ રત્ન પ્રજાપતિ ભરતભાઈ બબાભાઈ (તેરવાડીયા) ના સુપુત્ર ચિ. અનીલકુમાર ભરતભાઈને ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામના આધારે ગુજરાત સરકારના કાયદા વિભાગમાં ગાંધીનગર ખાતે નાયબ સેક્શન અધિકારી (કાયદાકીય બાજુ) (Dy.S.O) તરીકે નિમણુંક થતા ગામ, તેરવાડીયા પરિવાર અને પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું છે.તે બદલ સમાજજનો અને સગા સ્નેહીજનો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530










