દાહોદના નવાગામ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું વિધિવત્ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

તા.૧૭.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના નવાગામ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું વિધિવત્ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

​નવાગામને મળ્યું આરોગ્યનું કવચ: હવે ઘરઆંગણે જ મળશે ગુણવત્તાયુક્ત સારવવાર દાહોદ જિલ્લાના નવાગામ ખાતે ગ્રામજનોને આરોગ્યલક્ષી સેવાઓ ઘરઆંગણે જ મળી રહે તે હેતુથી નૂતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)નું ખાતમુહૂર્ત સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે વિધિવત્ રીતે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ ગમાબેન મોહનિયા, સ્થાનિક ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, તાલુકા પંચાયત પ્રમુખ અનિલભાઈ કિશોરી, નવાગામના તલાટી, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ વિસ્તારના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, નવાગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને અત્યાર સુધી સામાન્ય કે ગંભીર બીમારીની સારવાર માટે દૂર સુધી જવું પડતું હતું, જેના કારણે તેમને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. સ્થાનિકોની આ વિનંતી અને મુશ્કેલીને ધ્યાને રાખીને સરકાર દ્વારા નવાગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું છે.આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત થવાથી સ્થાનિક લોકોને ઝડપી, ગુણવત્તાયુક્ત અને સમયસર આરોગ્ય સુવિધાઓ મળી રહેશે

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો