અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી – અણસોલ ખાતે નવનિર્મિત પોલીસ આઉટપોસ્ટ ચેકપોસ્ટના મકાનનું લોકાર્પણ કરાયું
શામળાજી પંથકમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે માળખાકીય સુવિધામાં વધારો

અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના અણસોલ ખાતે કાયદો અને વ્યવસ્થાની જાળવણીને વધુ સુદૃઢ બનાવવા તેમજ પોલીસ વિભાગની માળખાકીય સુવિધાઓને આધુનિક બનાવવાના હેતુથી નવનિર્મિત આઉટપોસ્ટ ચેકપોસ્ટના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, સંગઠનના હોદ્દેદારો, પોલીસ વિભાગના અધિકારીઓ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.નવીન ચેકપોસ્ટની સુવિધાથી વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવામાં અને કાયદો તથા વ્યવસ્થાની જાળવણીમાં મદદરૂપ થવાની અપેક્ષા છે. સુરક્ષિત ગુજરાતના નિર્માણ માટે પોલીસ વિભાગની માળખાકીય સુવિધાઓને વધુ સક્ષમ બનાવવાની દિશામાં આ સુવિધા મહત્વપૂર્ણ બની રહેશે.









