પાટણના આંબાપુર ખાતે ખેડૂતલક્ષી વ્યવસાયિક તાલીમ યોજાઈ; બાગાયતી યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને માર્ગદર્શન અપાયું

પાટણના આંબાપુર ખાતે ખેડૂતલક્ષી વ્યવસાયિક તાલીમ યોજાઈ; બાગાયતી યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને માર્ગદર્શન અપાયું

Grow More Fruit Crops Campaign’ અંતર્ગત ફળપાકોના વાવેતર અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન વધારવા ખેડૂતોને પ્રોત્સાહિત કરાયા

માહિતી બ્યુરો, પાટણ

તા. ૧૭/૧૦/૨૦૨૬

સમાચાર સંખ્યા:૬૯૩/૪૯

પાટણ જિલ્લાના આંબાપુર ગામે તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સમોડા દ્વારા ખેડૂતલક્ષી વ્યવસાયિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેડૂતોને બાગાયતી ખેતીને વ્યવસાયલક્ષી બનાવી આવકમાં વધારો કરવા માટે સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓ, આધુનિક ખેતી પદ્ધતિઓ તથા આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમ દરમિયાન બાગાયત વિભાગ દ્વારા બાગાયતી ક્ષેત્રે સ્વરોજગાર અને વ્યવસાયિક તકોને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મૂકવામાં આવતી મોટી નર્સરી, નાની નર્સરી, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી જેવી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રીનહાઉસ, શેડ નેટહાઉસ, પ્લાસ્ટિક ટનલ્સ અને વોક-ઇન ટનલ્સ જેવી સંરક્ષિત ખેતીની પદ્ધતિઓ દ્વારા બાગાયતી પાકોનું ઉત્પાદન અને ગુણવત્તા વધારવા અંગે ખેડૂતોને સમજ આપવામાં આવી હતી.

રાજ્ય સરકારની નવીન બાગાયતી યોજનાઓ અંતર્ગત બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવાના કાર્યક્રમ, ફળપાકોમાં ફિલ્ડ કવરનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના કાર્યક્રમ તેમજ આદુ અને હળદર જેવા રાઇઝોમેટિક પાકોના વાવેતરને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો વિશે પણ વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ યોજનાઓ હેઠળ મળવાપાત્ર સહાય, અરજી માટેની પ્રક્રિયા અને આઈ-ખેડૂત પોર્ટલ-૨.૦ પર ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી માહિતી આપવામાં આવી હતી.

‘Grow More Fruit Crops Campaign’ અંતર્ગત ખેડૂતો વધુમાં વધુ ફળપાકોનું વાવેતર કરે, ખેતીમાં વૈવિધ્ય લાવે અને લાંબા ગાળે આવકના વધુ સારા વિકલ્પો ઊભા કરી શકે તે માટે ફળપાકોના વાવેતરના ફાયદા, યોગ્ય આયોજન અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનના મહત્ત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને સરકારની વિવિધ બાગાયતી યોજનાઓનો લાભ લઈને આધુનિક પદ્ધતિઓ અપનાવવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ તાલીમ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સમોડાના વિષય નિષ્ણાત (બાગાયત), બાગાયત અધિકારીશ્રી તેમજ આંબાપુર અને નોરતા ગામના ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ખેડૂતોએ તાલીમનો લાભ મેળવી બાગાયતી ખેતીને વધુ આધુનિક, ગુણવત્તાલક્ષી અને આર્થિક રીતે લાભદાયી બનાવવા અંગે જરૂરી જાણકારી મેળવી હતી.

54
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો