MORBI:GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન


મોરબીની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ટેબલ ટેનિસમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. ઓપન કેટેગરી મિક્સ ડબલ્સમાં વિસ્મય ત્રિવેદી અને જહાનવી કૈલા પ્રથમ તથા ડો દિપ ભાડજા અને મીરા લોરીયા દ્વિતીય વિજેતા બન્યા હતા. જ્યારે વુમન્સ સીંગલ્સમાં આ જ કોલેજના જહાનવી કૈલા દ્વિતીય તથા વંશીતા દેવાણી તૃતિય ક્રમે વિજેતા થયા હતા. હવે તેઓ મોરબી મહાનગરપાલિકાનું સ્ટેટ લેવલે પ્રતિનિધિત્વ કરશે. આ બદલ કોલેજના ડિન ડો. નિરજકુમાર બિશ્વાસ તથા અન્ય ફેકલ્ટીએ અભિનંદન તથા શુભેચ્છાઓ આપી હતી.












