ડાંગના વઘઈમાં ઓસ્ટ્રેલિયા વર્ક પરમિટ વિઝાના નામે ₹૧૦.૩૮ લાખની ઠગાઈ:- નિવૃત્ત SRPF જવાને નોંધાવી ફરિયાદ..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના માછળી ગામના નિવાસી અને નિવૃત્ત એસ.આર.પી.એફ. (S.R.P.F) જવાન જયરામભાઈ કાળુભાઈ બાગુલે અમદાવાદ સ્થિત ઈમીગ્રેશન એજન્ટ  વિરુદ્ધ ₹૧૦,૩૮,૦૦૦ (અંકે રૂપિયા દસ લાખ અડત્રીસ હજાર) ની નાણાકીય છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે વઘઈ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. લેખિત ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી હિતેશભાઈ નગીનભાઈ પટેલ અને તેની પત્ની શિવાંગીબેન હિતેશભાઈ પટેલ (રહે. અમદાવાદ) ઈમીગ્રેશન એજન્ટ તરીકે કામ કરે છે.ફરિયાદી જયરામભાઈના પુત્રી અને જમાઈ ગ્રેજ્યુએટ હોવાથી આરોપી હિતેશ પટેલે ઓસ્ટ્રેલિયામાં વર્ક પરમિટ વિઝા પર સારી નોકરી અપાવવાની લાલચ આપી હતી. તેણે ફરિયાદીની બે પુત્રીઓ (તૃપ્તિબેન અને ગૌતમીબેન) તથા જમાઈ (રવિભાઈ રસિકભાઈ પટેલ) ને વિદેશ મોકલવાના નામે વિશ્વાસમાં લીધા હતા.આરોપીએ વિઝા પ્રોસેસિંગના બહાને તા. ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન અલગ-અલગ હપ્તામાં કુલ ₹૧૦,૩૮,૦૦૦ ની રકમ પોતાના, પોતાની પત્નીના ખાતામાં તેમજ મળતિયાઓના UPI ID (G-Pay, PhonePe અને RTGS) મારફતે ટ્રાન્સફર કરાવી લીધી હતી. જોકે, આટલી મોટી રકમ મેળવ્યા બાદ પણ આરોપીએ કોઈ વિઝા પ્રોસેસ કરી ન હતી અને અંદાજે ૮ મહિના સુધી વાયદાઓ કરી સમય પસાર કર્યો હતો.જ્યારે ફરિયાદી અને તેમના જમાઈએ પોતાના નાણાં પરત માગ્યા ત્યારે આરોપી હિતેશ પટેલે ફોન નંબર બ્લોક કરી દીધા હતા.ફરિયાદીએ વકીલ મારફતે મોકલેલી નોટિસનો સ્વીકાર કરવાને બદલે આરોપીએ વોટ્સએપ મેસેજ અને કૉલ મારફતે ફરિયાદીને સાયબર તથા મહિલા પોલીસ સ્ટેશનમાં ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.આ મામલે પીડિત જયરામભાઈ બાગુલે બેંક ટ્રાન્સફરની રસીદો, વોટ્સએપ ચેટ અને ઓનલાઈન પેમેન્ટ હિસ્ટ્રી સહિતના પુરાવાઓ રજૂ કરીને વઘઈ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની સખત કાર્યવાહી કરવા અને નાણાં પરત અપાવવા માંગ કરી છે..

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો