દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શ્રી કેતન પી.જોષીની અધ્યક્ષતામાં યોજાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શ્રી કેતન પી.જોષીની અધ્યક્ષતામાં યોજાઈ

જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં લોકહિતલક્ષી પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરાઈ

દેવભૂમિ દ્વારકા

(નયના દવે દ્વારા)

 

દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક ખંભાળિયા ખાતે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કેતન પી.જોષીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

 

રાજ્યસભા સાંસદ શ્રી જીતેન્દ્રભાઈ કણઝારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગૌરીબેન હાથિયા તથા ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં પ્રવર્તમાન સમયમાં વરસાદની ઘટને પરિણામે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ તેમજ વૈકલ્પિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરાઈ હતી.

 

ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી શ્રી કેતન પી.જોષીએ પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા જનહિતલક્ષી પ્રશ્નોને પ્રાથમિકતા આપી તેનો યોગ્ય ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો. તેમજ જમીન માપણી, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, શિક્ષણ, આરોગ્ય સહિતના પ્રશ્નો વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

 

આ બેઠકમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી જયેશભાઈ જેઠવા, પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર શ્રી એમ.વી.દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી એચ.પી.જોષી તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

54
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો