MORBI:મોરબી નવરાત્રિ મહોત્સવ: દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા બાળાઓ-યુવતીઓને ૧,૫૦૦થી વધુ લહાણીનું વિતરણ

MORBI:મોરબી નવરાત્રિ મહોત્સવ: દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા બાળાઓ-યુવતીઓને ૧,૫૦૦થી વધુ લહાણીનું વિતરણ

સાંસ્કૃતિક વારસાના જતન અને સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનોખી પહેલ

સમુદાયના સર્વાંગી કલ્યાણ અને સામાજિક સેવા પ્રવૃત્તિઓ માટે સતત કાર્યરત ‘દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન’ (દેવ સોલ્ટ) દ્વારા પવિત્ર આસો નવરાત્રિ મહોત્સવ દરમિયાન સ્થાનિક બાળાઓ અને યુવતીઓ માટે ભવ્ય લહાણી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેવ સોલ્ટના મીઠાના પ્લાન્ટ આસપાસ આવેલા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં આયોજિત નવરાત્રિ ઉત્સવમાં યુવતીઓએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબાની અદભુત રમઝટ બોલાવી ભક્તિ અને ઉમંગનો માહોલ સર્જ્યો હતો. ખેલૈયાઓના ઉત્સાહને વધારવા તેમજ તેમની ભાગીદારીને બિરદાવવાના હેતુથી સંસ્થા દ્વારા ૧,૫૦૦થી વધુ આકર્ષક લહાણી-ભેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભેટ મેળવીને નાની બાળાઓ અને યુવતીઓના ચહેરા પર અનોખો હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત કંપનીના જનરલ મેનેજર શ્રી ટોમી એન્ટની, શ્રી ભૂપતસિંહ જાડેજા, ડૉ. દિવ્યમ ધોકિયા, શ્રી અનાદરામ, શ્રી રમજાનભાઈ જેડા, શ્રી સમત સાવસેતા અને શ્રી અમિત સાવસેતા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ બાળાઓને સ્નેહપૂર્વક ભેટોનું વિતરણ કર્યું હતું.

દેવ સોલ્ટની આ પહેલ ગ્રામીણ સમુદાય પ્રત્યેના તેના સામાજિક દાયિત્વ, સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને પરંપરાગત ઉત્સવોના ઉત્સાહને જીવંત રાખવાની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે. કાર્યક્રમને સફળ બનાવવા કંપનીના તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.

54
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો