TANKARA:ટંકારાના ઓટાળા ગામે મંદિર બનાવવા બાબતે મહિલા પર પાવડા વડે હુમલો 

TANKARA:ટંકારાના ઓટાળા ગામે મંદિર બનાવવા બાબતે મહિલા પર પાવડા વડે હુમલો

ટંકારા તાલુકાના ઓટાળા ગામમાં માતાજીનું મંદિર નિર્માણ કરવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં એક મહિલા પર પાવડા વડે હુમલો કરી માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઓટાળા ગામના વતની અને હાલ ટંકારાની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા રસીલાબેન રમેશભાઈ ભાલોડીયા પોતાના પરિવાર સાથે ઓટાળા ગામે સરકારી જમીનમાં છેલ્લા દસ વર્ષથી સ્થાપિત ખોડિયાર માતાજીનું મંદિર બનાવી રહ્યા હતા. આ દરમિયાન બાજુમાં જ રહેતા રસિકભાઈ શામજીભાઈ સિણોજીયા અને તેમના પત્ની મુન્નીબેનને મંદિરનું નિર્માણ કાર્ય પસંદ ન હોવાથી વિવાદ સર્જાયો હતો.

રસીલાબેન મંદિર પાસે પાણી છાંટી રહ્યા હતા તે સમયે આરોપી દંપતીએ ત્યાં આવી ‘અમારે અહીં દુકાન બનાવવી છે’ તેમ કહી કામ અટકાવવા વિરોધ કર્યો હતો. બોલાચાલી ઉગ્ર બનતાં રસિકભાઈએ હાથમાં રહેલા પાવડા વડે રસીલાબેનના કમર તથા સાથળના ભાગે ફટકા માર્યા હતા, જ્યારે મુન્નીબેને તેમના વાળ ખેંચી ઝપાઝપી કરી નીચે પાડી દીધા હતા. હુમલો કર્યા બાદ ‘હવે અહીં મંદિર બનાવવા આવીશ તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ૧૧૨ મારફતે પ્રથમ ટંકારા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ટંકારા પોલીસે રસિકભાઈ અને તેમના પત્ની મુન્નીબેન સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

54
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો