રાજુલા ના દેવકા વિધ્યાપીઠ મા નવરાત્રી મહોત્સવ યોજાયો..

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા ના દેવકા વિધ્યાપીઠ મા નવરાત્રી મહોત્સવ યોજાયો..
———————————-


એક સાથે બારસો દિકરીઓ નો ભવ્ય રાસોત્સવ.
———————————-
રાજુલા ના દેવકા ગામે પ.પુ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સ્થાપિત દેવકા વિદ્યાપીઠ ખાતે સુર્યકાંતભાઈ ઓઝાની નિશ્રામા નવરાત્રી મહોત્સવ નુ આયોજન થાય છે. વિધ્યાપીઠ મા ધોરણ 6 થી 12 તેમજ કોલેજ ના કોમર્સ તેમજ આર્ટસ ની કુલ બારસો જેટલી દિકરીઓ અભ્યાસ કરે છે.તેમજ સરકારશ્રી ની સ્કૂલ ઓફ એક્સેલેન્સ તેમજ જ્ઞાન શકતી અંતર્ગત અભ્યાસક્રમ ચાલી રહેલ છે.
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નવરાત્રી નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ છે.
સ્કુલ ના કેમ્પસ ડાયરેકટરશ્રી વિક્રમભાઈ મહેતા તેમજ પ્રિન્સીપાલ બેનશ્રી બેલાબેન નાયક તેમજ વિધ્યાપીઠ ના શિક્ષકો દ્વારા આયોજન કરવામા આવેલ છે.
આ રાસોત્સવમા વિધ્યાપીઠ ના વર્કિંગ કમીટી ના કિશોરભાઈ પટેલ તેમજ મનોજભાઈ વ્યાસ, જીતુભાઈ સરવૈયા દ્વારા માર્ગદર્શન આપવામા આવી રહેલ છે. આ રાસોત્સવ દરમ્યાન ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી, ભાજપ બક્ષીપંચ મોરચા ના પ્રમુખ સાગરભાઈ સરવૈયા, શશિભાઈ રાજ્યગુરુ કવિ ‘હેમાળવી’, જીતુભાઈ તેરૈયા,જતિનભાઈ જગડા,ડો.ધ્વનિબેન તેરૈયા,પલ્લવીબેન વ્યાસ, કૈલાસબેન જોષી,શોભનાબેન રાજ્યગુરુ, પલ્લવીબેન તેરૈયા,અરવિંદાબેન પટેલ, જાગૃતિબેન,ઋત્વીકભાઈ તેરૈયા એ હાજરી આપી હતી.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો