રાજુલા આર કે સાયન્સ સ્કૂલમાં ગરબા મહોત્સવની ભવ્ય ઉજવણી

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા આર કે સાયન્સ સ્કૂલમાં ગરબા મહોત્સવની ભવ્ય ઉજવણી

પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી; ભાઈઓ અને બહેનોમાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતાઓ જાહેર કરાયા

રાજુલા : અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલી આર કે સાયન્સ સ્કૂલ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે ગરબા મહોત્સવ અને રાસ-ગરબા સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શાળા મેનેજમેન્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પરંપરાગત પોશાક ધારણ કરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા રાસ-ગરબાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ગરબાના તાલે મન મૂકીને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.

આ સ્પર્ધા માટે નિર્ણાયક ટીમની રચના કરવામાં આવી હતી, જેના દ્વારા ભાઈઓ અને બહેનોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી.

બહેનોમાં વિજેતાઓ

– પ્રથમ ક્રમ : ગરણીયા પ્રિયાંશી
– દ્વિતીય ક્રમ : રાઠોડ ઉમિયા
– તૃતીય ક્રમ : જોષી આસ્થા

ભાઈઓમાં વિજેતાઓ

– પ્રથમ ક્રમ : પરમાર મોહિત
– દ્વિતીય ક્રમ : ગોલિતર નિકુંજ
– તૃતીય ક્રમ : કલસરીયા સુમિત

સ્પર્ધામાં વિજેતા બનેલા તમામ વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા મેનેજમેન્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાજુલા આર કે સાયન્સ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાંસ્કૃતિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ આગળ વધવાની તક મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. વિવિધ તહેવારોની ઉજવણી અને સ્પર્ધાઓના આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ ગરબા મહોત્સવ પણ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, આનંદ અને સાંસ્કૃતિક પરંપરા પ્રત્યેની જાગૃતિ વધારનાર સાબિત થયો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો