વાંસદામાં વિકાસકાર્યોને વેગ! ગ્રામ પંચાયત દ્વારા રૂ. ૧૧ લાખનાં વિકાસકીય કામોનું ખાતમુહૂર્ત

કૃષ્ણ કુંજ સોસાયટીમાં સી.સી. રોડ અને કંસારા લાઇનમાં ગટરનાં કામોનો પ્રારંભ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

વાંસદા, તા. ૧૮ વાંસદા ગામમાં સ્થાનિક નાગરિકોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને વિસ્તારના વિકાસને વેગ આપવા વાંસદા ગ્રામ પંચાયત દ્વારા આજે બે અલગ-અલગ સ્થળોએ કુલ રૂ. ૧૧ લાખનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વાંસદા શહેરના તાલુકા પંચાયત સામે આવેલ કૃષ્ણ કુંજ સોસાયટીમાં સી.સી. રોડના કામ તેમજ કંસારા લાઇનમાં બેન્ચા પાસે નાળા સાથે જોડાયેલી ગટરનાં કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ બંને વિકાસકાર્યો પૂર્ણ થયા બાદ સ્થાનિક રહેવાસીઓને અવરજવર અને ગટર વ્યવસ્થાને લગતી સુવિધામાં લાભ મળશે.

વાંસદા ગ્રામ પંચાયત દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં જરૂરી વિકાસકાર્યોને પ્રાધાન્ય આપી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે ઊભી થતી સમસ્યાઓના નિરાકરણ માટે વિકાસનાં કામો સમયસર શરૂ થાય અને નાગરિકોને સુવિધા મળે તે દિશામાં પંચાયત દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે વાંસદા ગ્રામ પંચાયતના સરપંચ ગુલાબભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ હેમાબેન દીપકભાઈ શર્મા, તાલુકા પંચાયતના સભ્યો પંકજ પટેલ અને ધર્મેશ પટેલ, વોર્ડ સભ્યો નૈનાબેન, હસમુખભાઈ શર્મા, મેહુલ પટેલ, હિતેશ મોહિતે, રામ મોહિતે, મહેશ પટેલ સહિત ગ્રામ પંચાયતના સભ્યો, ભાજપના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વાંસદા ગ્રામ પંચાયત દ્વારા રૂ. ૧૧ લાખનાં આ વિકાસકાર્યોના પ્રારંભથી ગામમાં પાયાની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરાયું છે. હવે સ્થાનિક લોકોની અપેક્ષા છે કે બંને કામો ગુણવત્તા સાથે સમયમર્યાદામાં પૂર્ણ થાય અને તેનો લાભ નાગરિકોને વહેલી તકે મળે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો